દલાઈ લામાએ કહ્યુ હતુ કે તે લોકોની ભાવના સમજે છે જે ઓલંમ્પિકનો વિરોધ કરીને ચીનના માનવ અધિકારના રેકોર્ડ તરફ ધ્યાન ખેંચી રહ્યા છે, પણ નિર્વાસિત તિબ્બતી આધ્યાત્મિક નેતાએ કહ્યુ કે કેટલાક વિરોધીઓના હિંસક થઈ જવાને કારણે તેઓ દુ:ખી છે.
અઠવાડિયાના અંતે એન આર્બર યાત્રાની શરૂઆતમાં કાલે એક સંવાદદાતા સંમેલનમાં તેમણે કહ્યુ કે પ્રદર્શન ભાવનાઓને વ્યક્ત કરવાનુ એક માધ્યમ છે, પણ અહિંસક રૂપમાં પ્રદર્શન કરવુ યોગ્ય છે.
કેટલાક લોકોએ ચિંતા બતાવી છે કે દલાઈ લામાનો અહિંસા સંદેશ હાલમાં તિબ્બતમાં અશાંતિ અને ઓલંમ્પિક મશાલનો વિરોધ કરી ધ્યાન ખેંચનારાઓ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. શહેરના ક્રિસલર એરેનામાં દલાઈ લામાને સાંભળવા માટે હજારો લોકોની ભીડ એકઠી થવાની શક્યતા છે જ્યાં કાલે તેઓ સ્થિરતા પર વ્યાખ્યાન આપશે.
તેમણે કહ્યુ કે હું એક વિશેષજ્ઞની જેમ નહી પરંતુ એક માનવી હોવાને નાતે આ બાબતે બોલી રહ્યો છુ. દલાઈ લામા આજે અને કાલે એક ઔપચારિક બોધ્ધ ઉપદેશોના સત્રમાં પણ ઉપદેશ આપશે.
|