પાકિસ્તાનનાં સંસ્કૃતિ અને યુવાન બાબતોનાં મંત્રી ખ્વાજા સાદ રફીકે કબાયલી વિસ્તારોમાં સૈન્ય અભિયાનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનની એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં પાક મંત્રીએ કહ્યું હતું કે, 18 ફેબ્રુઆરીની ચૂંટણી બાદ લશ્કરી કાર્યવાહી ધીમી પડી ગઈ છે અને સરકારે હવે આ વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહીને બંધ કરવાનો ફેસલો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં નવી રચાયેલી સરકારે પહેલા પણ સંકેત આપ્યા હતાં કે કબાયલી ક્ષેત્રોમાં ચાલી રહેલી એકતરફી લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવશે. નવી સરકાર કબાયલી નેતાઓ સાથે વાતચીત કરી આ સમસ્યાને ઉકેલવામાં વધું વિશ્વાસ ધરાવે છે.
|