સિંગાપુર. સિંગાપુરની જેલના બાથરૂમની બારીમાંથી એક શંકાસ્પદ આતંકવાદી ફરાર થઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ઉપપ્રધાનમંત્રી વોંગ કાન સેંગે જણાવ્યુ હતુ કે, હાઈ સીક્યુરીટી વાળી જેલના બાથરૂમની બારીમાંથી આતંકવાદી સેલામાત કાસતારી ફેબ્રુઆરીમાં ફરાર થઈ ગયો હતો.
તેની મોડ્સ ઓપરેન્ડીને જોતાં તેણે આ યોજના અગાઉથી જ બનાવી લીધી હોવાનુ પ્રાથમિક તબક્કે જણાય છે. ફરાર આતંકવાદીને પકડવા માટે પોલીસે ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરી દીધા છે.
|