મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પુતિનને લુડવિગ નોબલ પુરસ્કાર

રશિયાનાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનને લુડવિગ નોબલ એવોર્ડથી સંમાનિત કરવામાં આવ્યા છે. લુડવિગ નોબલ પુરસ્કારની પસંદગી સમિતિનાં અધ્યક્ષ યેગવેની લૂકોસ્કોવે જણાવ્યું હતું કે, પુતનને આ સંમાન દેશ પ્રત્યે તેમનાં યોગદાન માટે આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, બોરિસ યેલ્તસિનનાં કાર્યકાળમાં દેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઠીક ન હતી. પરંતુ પુતિને લૂંટ અને હત્યાની ઘટનાઓ પર લગામ કસી અને છેલ્લા આઠ વર્ષથી આ જવાબદારી ઉઠાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રશિયા સૌથી લોકપ્રિય રાજનેતા 55 વર્ષીય પુતિન આગામી મહિને પોતાનાં પદેથી સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે. રશિયામાં આર્થિક વિકાસ, રાજકીય સ્થિરતા જાળવી રાખવા તથા વિશ્વનાં વિકસિત દેશોની કતારમાં પુનઃ ઉભા રાખવાનો શ્રેય પણ પુતિનને જાય છે.
ઘણું બધુ
યૂએઈ અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર
આતંકવાદીઓની યાદીમાંથી માઓવાદીઓ ડીલીટ થશે??
સિંગાપુરની જેલમાંથી શંકાસ્પદ આતંકવાદી ફરાર
બ્રિટની સ્પીયર્સ સુધરી રહી છે
કાબયલી ક્ષેત્રોમાં સૈન્ય અભિયાન બંધ થશે
ફ્રાંસ અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલશે