ઈથોપિયાએ કતર પર સોમાલિયા અને ઈથોપિયોમાં આતંકવાદને સમર્થન આપવા અને આફ્રિકાનાં અન્ય ભાગોમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ કરી પોતાનાં રાજકીય સંબંધ સમાપ્ત કરી દીધા છે.
ઈથોપિયાની સરકારે પોતાનાં ઈ મેઈલથી જાહેર બયાનમાં કહ્યું હતું કે, સોમાલિયા, ઈથિપિયા સહિત આફ્રિકાનાં અન્ય ભાગોમાં કતર અમારા ઉપ ક્ષેત્રોમાં ચરમપંથિઓ તથા આતંકવાદીઓને સૌથી વધુ સમર્થન આપનારો દેશ રહ્યો છે. જ્યારે કતરે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.
આફ્રિકામાં સૌથી મોટી સૈન્ય ક્ષમતાવાળા અને અમેરિકાનાં સહયોગી ઈથોપિયાએ કહ્યું હતું કે, તે લાંબા સમયથી કતરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હતું અને આ મુદ્દાને તેણે ઘણી વખત પ્રત્યક્ષ રીતે રજુ કર્યો હતો.
|