મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિક્ષણનાં અભિયાનમાં બ્રાઉન-શકીરા સાથે

સામાન્ય રીતે બ્રિટનનાં વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન ગ્લેમરની દુનિયાને સેલીબ્રીટિઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ આ હમણાંથી પોપ સ્ટાર શકીરા અને બ્રાઉન એકબીજાની પ્રશાંસા કરતા થાકતા નથી.

શિક્ષણનાં વૈશ્વિક અભિયાન દ્બારા આયોજીત એક સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં પોપ ગાયિકા અને યુનિસેફની સદભાવના રાજદૂત શકીરાએ કહ્યું હતું કે, બ્રાઉન નેક ઈરાદાવાળા વ્યક્તિ છે અને શિક્ષણ મુદ્દે ઘણું કામ કરી રહ્યાં છે.

2015 સુધીમાં વૈશ્વિક શિક્ષણનાં લક્ષ્યને પ્રાપ્ત કરવાનાં સંયુક્ત રાષ્ટ્રનાં વૈશ્વિક અભિયાન અંતર્ગત આયોજીત આ સંમેલનમાં વર્લ્ડ બેંકનાં અધ્યક્ષ રોબર્ટ જોએલિક પણ હાજર હતાં.

શકીરાએ જણાવ્યું હતું કે, તેઓ બ્રાઉન દ્બારા કરવામાં આવી રહેલા કામેની પ્રશંસા કરે છે. અમારૂ એક જ લક્ષ્ય છે 'દુનિયાનાં બધા બાળકો સુધી શિક્ષણ પહોંચે'.

બ્રાઉનનું કહેવું હતું કે, 'હું તે દરેક વ્યક્તિ સાથે કામ કરીશ જે વિશ્વનાં પ્રત્યેક બાળક સુધી શિક્ષણને પહોંચાડવા ઈચ્છે છે અને શકીરા શિક્ષણનાં વૈશ્વિક અભિયાનની લાંબા સમયથી સહયોગી રહી છે.
ઘણું બધુ
માઓવાદી હજું પણ આતંકવાદી : અમેરિકા
ભારત-ચિલી વચ્ચે ચાર સંધિ પર સહી
ઈથોપિયાએ કતર સાથે છેડો ફાડ્યો
પુતિનને લુડવિગ નોબલ પુરસ્કાર
યૂએઈ અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર
આતંકવાદીઓની યાદીમાંથી માઓવાદીઓ ડીલીટ થશે??