ભૌતિકવિદ સ્ટીફન હોકિંગ લાંબા સમયથી બ્રહ્માંડ સંબંધી પ્રશ્નોનો વિશે વિચારતા રહ્યાં છે. શું આ વિશ્વમાં આપણે એકલા છીએ ? આ પ્રશ્ન તેમનાં મનમાં વર્ષોથી ઘોળાતો રહ્યો છે. પરંતુ હવે તેઓ કહે છે કે, કદાચ આપણે આ અનંત બ્રહ્માંડમાં એકલા નથી.
હોકિંગે ગઈકાલે નાસાની 50 મી વર્ષગાંઠનાં સંબંધમાં જ્યોર્જ વોશીંગ્ટન યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાનમાં કહ્યું કે, ધરતી બહાર જીવનની શક્યતાઓ છે.
એક વિકલ્પ એ પણ છે કે પૃથ્વી સિવાય ક્યાંય જીવન નથી અને એમ પણ બની શકે કે બ્રહ્માંડમાં ક્યાંક આપણા કરતાં પણ વધું બુદ્ધીમાન પ્રાણી રહેતા હોય.પરંતુ જો તેઓ અંતરિક્ષમાં સંદેશ મોકલવામાં વધુ સ્માર્ટ છે તો તેઓ વિધ્વંસક પરમાણુ હથિયાર બનાવવામાં પણ વધું સ્માર્ટ હશે.
તેમણે કહ્યું હતું કે, પ્રાચીન જીતન ખૂબ સામાન્ય વાત છે અને બુદ્ધીમાન જીવન દુર્લભ છે. બીજા ગ્રહોનાં પ્રાણીઓમાં મનુષ્યોની જેમ ડીએનએ નહીં હોય. તેથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે જો તમે કોઈ એલિયનનાં સંપર્કમાં આવી જશો તો તમે એવી બીમારીની ચપેટમાં આવી શકો છો જેનાં વિરૂદ્ધ તમારા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા નહીં હોય.
તેમનું માનવું છે કે જો માનવ જાતને વધું લાખો વર્ષ સુધી પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવું હશે તો એવા સ્થાનોની શોધ કરવી પડશે જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યુ નથી.
માનવની અવકાશ શોધ પર નાણા ખર્ચનો વિરોધ કરનારા લોકોની તુલના હોકિંગ તે લોકો સાથે કરે છે જેમણે 1492 માં ક્રિસ્ફોટર કોલંબસની યાત્રાનો વિરોધ કર્યો હતો.
|