નેપાળમાં માઓવાદીઓની નવી સરકારને અમેરિકા મદદ યથાવત રાખશે. નેપાળમાં અમેરિકાની રાજદૂત નેંસી જે.પાવેલે નેપાળનાં સ્પીકર સુભાષ નેંબવાંગને આશ્વાસ આપ્યું હતું કે, અમેરિકા દ્બારા મળનારી મદદ આગળ પણ મળતી રહેશે.
નેંબવાંગે પત્રકારોને જણાવ્યું હતું કે, પાવેલે કહ્યું છે કે અમેરિકાએ નેપાળમાં નવા જનાદેશને સકારાત્મક રીતે લીધો છે. નવી સંવિધાન સભા તથા સરકારને નિયમિત મળનારી મદદ ચાલુ રહેશે.
અમેરિકાએ કેટલીક નાની વાતોને છોડીને નેપાળની ચૂંટણીઓને ઐતિહાસિક ગણાવી છે. નેંબવાંગે કહ્યું હતું કે, અમેરિકા નેપાળનાં માઓવાદીને આતંકવાદીની યાદીથી દૂર કરવા મુદ્દે મુલ્યાંકન કરી રહ્યું છે. થોડા દિવસોમાં જ આ બાબતે નિર્ણય આવી જશે.
અમેરિકાની રાજદૂતે કહ્યું હતું કે, અમેરિકા નેપાળમાં નવી સરકારની નીતિઓનાં સંદર્ભમાં રાહ જુઓ અને આગળ વધોની નીતિ અપનાવશે.
|