ઝેરી કરોળિયાનાં આફતનાં ડરથી ઓસ્ટ્રેલિયામાં એક હોસ્પિટલને એક દિવસ માટે બંધ કરવામાં આવી હતી. બારલાબા મલ્ટી પર્પસ હેલ્થ સર્વિસે ગઈકાલે 24 કલાક માટે તેને બંધ કરી દીધી હતી. કારણ કે ત્યાં ઝડપથી વધી રહેલા રેડબેક કરોળિયાને દૂર કરવા હોસ્પિટલમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય.
ક્વીંસલેન્ડ પ્રાંતનાં સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ કે ચાર દર્દીઓને બીજી હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હેલ્થ સર્વિસનાં મુખ્ય ભાગમાં ઝેરી કરોળિયાએ પોતાનો અડ્ડો બનાવી લીધો છે અને તેથી ત્યાંની સ્થિતિ કફોડી બની ગઈ છે.
|