સૂદાનમાં દારફૂર વિસ્તારમાં 2003 નાં વર્ષમાં અત્યાર સુધી લગભગ 3 લાખ લોકોનાં મૃત્યુ યુદ્ધ, ભૂખમરા અને બિમારીઓનાં કારણે થયા છે.
સંયુક્ત રાષ્ટ્રનાં લોકોપકારી પ્રમુખ જોન હોમ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આજે જણાવ્યું હતું કે, વર્ષ 2006 માં વિશ્વ સ્વસ્થ્ય સંગઠન દ્બારા કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે યુદ્ધ, ભુખમરો અને બીમારીઓ જેવા કારણોથી લગભગ 2 લાખ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. આ માત્ર અંદાજ છે તેથી આંકડા કંઈક જુદા હોઈ શકે છે.
સૂદાનનાં સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત અબ્દુલમહમૂદ અબ્દૂલહાલીમે હિલમ્સનાં આ આંકડાઓને ધડમાથા વગરનાં ગણાવતા કહ્યું હતું કે, તેમની ગણતરી મુજબ આ આંકડો દસ હજારથી વધું નહીં હોય અને ભૂખમરા તથા બીમારી મૃત્યુ તેમાં સામેલ નથી.
અબ્દુલહાલીમનાં જણાવ્યા પ્રમાણે ભૂખમરા કે રોગથી થયલા મૃત્યુની સંખ્યા જોડવા પર આંકડામાં વધું કોઈ ફરક નહીં પડે.
|