બીજીંગ. ચીનમાં વકીલોના એક સમૂદાયે ટેલિવીઝન ચેનલ સીએનએન તથા તેના એક ઉદ્ઘોષક વિરુદ્ધ કોર્ટમાં માનહાનીનો દાવો કર્યો હતો. ચેનલના એન્કરે ચીનને ગૂંડા અને ઠગોનુ રાષ્ટ્ર ઠરાવ્યુ હતુ. જેને કારણે કોમ્યુનિસ્ટ રાષ્ટ્રના કરોડો નાગરિકોની પ્રતિષ્ઠા તથા મર્યાદાને નુકસાન પહોંચ્યુ હતુ. સીએનએન અને તેના એન્કર જેક કેફર્ટી સાર્વજનિક રૂપે ક્ષમા માગે તેવી માગણી ચીનની એક કાનૂની ફર્મે કરી છે.
|