મુલતાન. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પૂર્વી ક્ષેત્રમાં જમીનના મામલે ચાલતા વિવાદોમાં ઘાતક હથિયારો સાથે ધસી આવેલા ટોળાંએ એક ખેડૂત પરિવારના આઠ સદસ્યોની કરપીણ હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો હતો. આ સામૂહિક હત્યાકાંડમાં હુમલાખોરોએ ચાર બાળકોને પણ રહેંસી નાંખ્યા હતા.
બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અમાનવીય હત્યાકાંડથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે હત્યારાઓનુ પગેંરુ દાબવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ અધિકારી પરવેઝ ઈકબાલે જણાવ્યુ હતુ કે, ખેડુત અને તેના પરિવારજનોની હત્યા પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનુ પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યુ છે. અલબત્ત પોલીસ હાથવેંતમાં જ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળ થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
|