કરાચી. હજારો પાકિસ્તાની મહિલાઓએ એક ડચ સાંસદ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મને કુરાન વિરોધી જણાંવતાં તેના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. નેધરલેંડના સાંસદ ગીર્ત દ્વારા બનાવવામાં આવેલ લઘુ ફિલ્મ ફિર્તનાને પાછલા મહિને ઓનલાઈન કરવા પર મુસ્લીમ સમુદાયે મોટા પાયે તેનો વિરોધ કર્યો હતો.
કટ્ટરપંથી જમાત એ ઈસ્લામની પાર્ટીની ચાર હજારથી વધારે મહિલા કાર્યકર્તાઓ અને ધર્મનિરપેક્ષ સમૂહોએ ગઈ કાલે કરાચીમાં રેલીની અંદર ભાગ લીધો હતો. રેલીની અંદર ગીર્તનું પુતળુ બનાવીને તેને સળગાવવની સાથે સાથે માર પણ માર્યો હતો.
|