મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કામીદ કરઝાઈની સભા પાસે ગોળીબાર

કાબુલ. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાની પરાજયની યાદમાં આયોજીત એક સમારોહમાં આજે ભીષણ ગોળીબાર થતાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈની સુરક્ષા ઉપર ખતરો ઉભો થયો હતો. જેને કારણે સુરક્ષા જવાનોએ તેમને તથા અન્ય નેતાઓને સુરક્ષીત સ્થાને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, કરઝાઈ તેમના મંત્રીમંડળ, સહયોગી અને વિદેશી કુટનિતીજ્ઞ આ ઘટનામાં આબાદ બચી ગયા હતા. પરંતુ બે સાંસદોને ગોળીબારમાં ઈજા પહોંચી હોવાનુ પ્રાથમિક અહેવાલોમાંથી જાણવા મળ્યુ હતુ.

તાલિબાનના એક પ્રવક્તાએ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યુ હતુ કે, આત્મઘાતી જેકેટ પહેરેલા ચાર શસ્ત્ર ઉગ્રવાદી સભા મંડપની નજીક હાજર રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગોળીબાર શરૂ થતાં સભા મંડપમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
ઘણું બધુ
કાસાબ્લાંકા ફેક્ટરીમાં આગથી 55 ભડથુ
બર્લિન મેટ્રોમાં ધૂમ મચાવશે મોજાર્ટ ઓપેરા
પાકમાં ડચ ફિલ્મનો વિરોધ
પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત
ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ ઉપર પેન્ટાગોનની લીલીઝંડી
અમેરિકાના અપહ્યુત નાગરિકોને છોડાવવાના પ્રયાસ જારી