ઈરાકમાં અમેરિકન સેનાએ ઉત્તર બગદાદમાં લશ્કરની ચોકી પર હુમલા કરનારા 22 વિદ્રોહીઓને ઠાર માર્યાનો દાવો કર્યો છે. અમેરિકી લશ્કર તરફથી જાહેર કરવામાં આવેલા બયાન અનુસાર વિદ્રોહીઓ દ્બારા ગઈકાલે કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે સૈન્ય કાર્યવાહીમાં 22 વિદ્રોહી માર્યા ગયા છે.
નાના હથિયારોથી સજ્જ વિદ્રોહીઓએ લશ્કરની ચોકી પર હુમલો કર્યો હતો જેને સુરક્ષા દળોએ સરળતાથી નિષ્ફળ કરી દીધો હતો. આ કાર્યવાહીમાં કોઈ સૈનિકનું મૃત્યુ કે ઈજા થઈ નથી.
|