પાકિસ્તાનની પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોને મરણોપરાંત વર્ષ 2007 નાં પ્રતિષ્ઠિત ટિપ્પેરારી આંતરરાષ્ટ્રીય શાંતિ એવોર્ડથી સંમાનિત કરવામાં આવી છે. પોતાનાં દેશમાં લોકશાહી તથા શાંતિ બહાલ માટે તેમનાં સંઘર્ષ માટે આ સંમાનથી નવાજવામાં આવી છે.
ભુટ્ટોનાં લાંબા સમય સુધી સહયોગી રહેલા રિયાજે શુક્રવારે આયરલેન્ડનાં ટિપ્પેરારીમાં એક ભાવુક્તા ભર્યા ભાષણમાં કહ્યું હતું કે, આ પુરસ્કારથી ભુટ્ટિની આત્માને શાંતિ મળશે. પીપીપીનાં સહ અધ્યક્ષ અને બેનઝીરનાં પતિ જરદારીએ એક કહીને ટિપ્પેરારી જવામાં અસમર્થતા વ્યક્ત કરી કે તેઓ પાકમાં સરકારની સ્થાપનાનાં કામમાં મશગૂલ છે.
|