ઈસ્લામાબાદ. ઈસ્લામાબાદની લાલ મસ્જીદના પ્રમુખ મૌલવી અબ્દૂલ અઝીઝને આજે જામીન મળી ગયા હતા. અઝીઝને સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન બુરખો પહેરીને લાલ મસ્જીદમાંથી ભાગવાના પ્રયાસ કરતી વખતે ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેમની સામે આતંકવાદી ગતિવિધીઓ અને સુરક્ષાદળો ઉપર હુમલામાં શામેલ થવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ઈસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સરદાર મહોંમદ અસલમની અધ્યક્ષતા વાળી બે સદસ્યોની પીઠે આજે અઝીઝ અને લાલ મસ્જીદના પૂર્વ પ્રવક્તા અબ્દુલ ક્ય્યુમ હક્કાનીની જામીન અરજીનો સ્વીકાર કર્યો હતો.
|