દુબઈ. વર્ષ 2007 દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા દુબઈ લઈ જવાતા 500 પાસપોર્ટ ભરેલો થેલો ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ગૂમ થયેલા પાસપોર્ટ પૈકીના કેટલાક પાસપોર્ટ અન્ડર વલ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાસે પહોંચી ગયા હોવાના અહેવાલો મિડીયામાં પ્રકાશીત થતાં ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે દુબઈના ભારતીય વાણીજ્ય દૂતાવાસના અધિકારી વેણુ રાજમણીએ જણાવ્યુ હતુ કે, મિડીયા દ્વારા પ્રકાશિત થયેલો આ અહેવાલ પાયાવિહોણો છે. પાસપોર્ટ ગૂમ થવા બાબતે દિલ્હીમાં તપાસ જારી છે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
|