ચીને તિબેટનાં નિર્વાસિત આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાની ફરીથી નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે ચીને દલાઈ લામાનાં પ્રતિનિધિને મળીને વાતચીત કરવાની વાત કહી હતી.
ચીનની દલાઈ લામાનાં પ્રતિનિધિ સાથે વાતચીતનાં પ્રસ્તાવની આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા પણ થઈ હતી. દરમિયાન તાજેતરમાં જ ચીની મીડિયાએ દલાઈ લામા અને તેમનાં સમર્થકો પર હુમલો ચાલુ રાખ્યો છે. સત્તાવાર એજંસીએ જણાવ્યું હતું કે, દલાઈ લામાનાં સમર્થક એ વાતને જાણી ચૂક્યા છે કે પીડિતોની સાથે આંખ મીચમણી કરી તેઓ પોતાની જવાબદારીથી બચી શકે છે તથા મતભેદ વધારી સહાનુભૂતિ જીતી શકે છે.
દલાઈ લામાએ ચીનનાં બધા આક્ષેપો ફગાવતા કહ્યું હતું કે, તેઓ માત્ર સાર્થક સ્વાયત્ત તિબેટની રચના કરવા માંગે છે.
|