મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અફઘાન : આત્મઘાતી હુમલામાં 18 મોત

પૂર્વ અફઘાનિસ્તાનમાં માદક દ્રવ્ય નિષેધ આંતરરાષ્ટ્રીય દળ પર તાલિબાની આતંકવાદીઓનાં આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત તથા અન્ય 31 ઘાયલ થયા હતાં.

ઉત્તર એટલાન્ટિક સંગઠન (નાટો) નાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સરહદ પાસે આવેલા જલાલાબાદ શહેરનાં દક્ષિણમાં આવેલા ખોગિનાઈ જીલ્લા કેન્દ્રમાં અફીણની ખેતીને રોકવા માટે રચવામાં આવેલી ટીમ પર આતંકવાદીઓએ રોકેટો અને નાના હથિયારોથી હુમલો કર્યો હતો.

સ્થાનીક લોકોએ જણાવ્યું હતું કે, આ હુમલામાં સામાન્ય લોકો અને અફઘાન સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતાં. તેમાં 11 અફઘાન સુરક્ષા કર્મચારી તથા અન્ય બે બાળકો સામેલ છે.
ઘણું બધુ
બ્રિટન કોસોવામાં 600 સૈનિકો મોકલશે
ચીનમાં ચેપી વાયરસથી 20 બાળકોનાં મોત
પિતાએ પુત્રી પર 24 વર્ષ બળાત્કાર ગુજાર્યો
ટ્રેન અકસ્માતમાં 70 મોત, 416 ઘાયલ
ચીને દલાઈ લામાની નિંદા કરી
500 પાસપોર્ટ ગૂમ થવાના મામલે તપાસ જારી