શ્રીલંકાની પોલીસે રિવોલ્વર રાખવાનાં આરોપમાં સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા એક સ્થાનીક કર્મચારીની ધરપકડ કરી છે. સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, ઉત્તર વાવૂનિયામાં માર્ગ પર તપાસ દરમિયાન ત્યાગરાજા પ્રભાકરનની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. તે ક્લીનોચ્ચિ જીલ્લામાં સયુક્ત રાષ્ટ્રનાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમમાં કાર્યરત છે.
ત્યાગરાજાએ સ્વીકાર્યું હતું કે, તે પૈસાનાં બદલે પૂર્વ બટ્ટિકલોઆ જીલ્લામાં કોઈને આ હથિયાર આપવા જઈ રહ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાની વાત કહી છે તથા સાથે જ કહ્યું હતું કે સંબંધીત અધિકારી પોતાનાં ખાનગી વાહનથી જઈ રહ્યો હતો અને તેનો ઓફિસ સમય સમાપ્ત થઈ ચૂક્યો હતો.
|