ભારતમાં ગયા વર્ષે હિન્દુ અને મુસલમાનોને નિશાન બનાવી કરવામાં આવેલા આતંકવાદી હુમલા પાછળ આ બંને સમુદાયોમાં ધાર્મિક તોફાનો ભડવવાનું ષડયંત્ર હોઈ શકે છે.
અમેરિકી વિદેશ મંત્રાલયનાં આતંકવાદ પર ગઈકાલે જાહેર કરવામાં આવેલ અહેવાલમાં આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે ભારતીય જાસૂસી અધિકારીઓનાં હવાલેથી જણાવવામાં આવ્યું છે કે દેશનાં જુદાજુદા ભાગોમાં ગયા વર્ષે કરવામાં આવેલા આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સંચાલિત સંગઠન ખાસ કરીને લશ્કર એ તૈયબા, જૈશ એ મોહંમદ અને હરકત ઉલ જેહાદ ઈસ્લામીનો હાથ રહ્યો.
રિપોર્ટ પ્રમાણે ભારત હજું પણ વિશ્વનાં સૌથી વધું આતંકવાદ પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ છે. ગયા વર્ષે જમ્મૂ કાશ્મીર સહિત દેશનાં અન્ય ભાગોમાં આતંકવાદી હુમલા મધ્ય અને પૂર્વ ભાગોમાં નક્સલી તથા માઓવાદી હુમલા અને પૂર્વોત્તર રાજ્યોમાં જાતીય તથા ભાષાકીય કટ્ટરપંથીનાં હુમલામાં 2300 લોકોનાં જીવ ગયા હતાં.
|