મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સત્તર મિનિટ શ્વાસ રોકી રાખવાનો રેકોર્ડ

જાદુગર ડેવિડ બ્લેને સૌથી વધુ સમય 17 મિનિટ અને 4 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. બધાને ચોકાવનારા આ નવા વિશ્વ રેકોર્ડને ટીવીનાં દર્શકોને 'ધ ઓપેરા વિન ફ્રી શો' નાં સીધા પ્રસારણ દ્બારા દેખાડવામાં આવ્યો હતો.

ડેવિડ બ્લેને પાણીની અંદર ડૂબકી માર્યા બાદ તેને એક મરજીવાએ તેને બહાર કાઢ્યો હતો. આ નવા રેકોર્ડને બનાવ્યા બાદ તેણે કહ્યું હતું કે, આ તેમનાં જીવનનું સૌથી મોટું સ્વપ્ન સાકાર થયું છે. આ પહેલા સૌથી વધું શ્વાસ રોકી રાખવાનો રેકોર્ડ સ્વિટ્ઝરલેન્ડનાં પીટર કોલાટનાં નામે હતો. તેણે 16 મિનિટ અને 32 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખી પોતાનું નામ ગિનીજ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું હતું.
ઘણું બધુ
ધાર્મિક હિંસા માટે ભારતમાં આતંકી હુમલા
સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીની ધરપકડ
અફઘાન : આત્મઘાતી હુમલામાં 18 મોત
બ્રિટન કોસોવામાં 600 સૈનિકો મોકલશે
ચીનમાં ચેપી વાયરસથી 20 બાળકોનાં મોત
પિતાએ પુત્રી પર 24 વર્ષ બળાત્કાર ગુજાર્યો