મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સોનિયા 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં-ટાઈમ
ભાષા

PTI
ભારતના મુખ્ય સત્તારુઢ ગઠબંધન સભ્ય કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષ સોનિયા ગાંધી અને ટાટા સમૂહના મુખિયા રતન ટાટાએ 'ટાઈમ પત્રિકા' દ્વારા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં તિબ્બતી નેતા દલાઈ લામા, અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશ, રાષ્ટપતિ પદની દોડમાં સમાયેલ હિલેટી ક્લિંટન, બરાક ઓબામા, જોન મકૈન, બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર અને રૂસના બ્લાદિમીર પુતિનનો સમાવેશ થાય છે.

'ટાઈમ'ની વાર્ષિક યાદીમાં પાંચ વર્ગોના નેતા અને ક્રાંતિકારી હીરો, અગ્રણી વિજ્ઞાની અને ચિંતક, કલાકાર અને મનોરંજક અને બિલ્ડર અને ટાઈટનમાં વહેંચવામાં આવ્યુ છે. સોનિયા ગાંઘીને પહેલા વર્ગના હેઠળ નેતા અને ક્રાંતિકારીના વર્ગમાં સ્થાન મળ્યુ છે. આ વર્ગમાં દલાઈ લામા પુતિન ઓબામા હિલેરી મકૈન અને બુશનો સમાવેશ થાય છે.

સૌથી વધુ પ્રભાવશાળી વ્યવસાયી લોકોના વર્ગ બિલ્ડર્સ એંડ ટાઈટંસમાં ટાટા સમૂહના રતન ટાટા સિવાય પેપ્સિકોના પ્રમુખ ઈંદ્રા નૂઈનો પણ સમાવેશ થાય છે. આ વર્ગમાં સમાયેલ બીજા લોકોમાં ન્યૂઝ કોર્પના રૂપર્ટ મર્ડોક, એપલ કંપ્યૂટરના સ્ટીવ જાબ્સ, માઈક્રોસોફ્ટના સ્ટીવ બામર અને મેક્સિકોના અરબપતિ કાર્લોસ સ્લિમ મુખ્ય છે.

સોનિયા ગાંધી પર લખાયેલ એક આલેખમાં પત્રિકાએ લખ્યુ છે કે સંયુક્ત રાષ્ટના પહેલા અધિકારી શશિ થરૂરના મુજબ 61 વર્ષના સોનિયા ગાંધીની કથા દરેક સ્તરે ઉલ્લેખનીય છે.

થરૂરનુ કહેવુ છે કે સોનિયાની કથા લખવાની પરવાનગી માંગી રહેલ એક ઉપન્યાસકારને એક પરીની કથા કહેવા બદલ માફ કરી શકાય; છે. એક સુંદર વિદેશી મહિલા, એક અજાણ્યા દેશમાં આવે છે અને એક રાજકુમાર સાથે લગ્ન કરે છે.... પણ કથામાં એક વળાંક આવે છે. રાજકુમારીને જ્યારે 'તાજ' પહેરવાનો સમય આવે છે તો તે તેને ઠોકર મારી દે છે.

ટાટાના વિશે પત્રિકામાં લખવામાં આવ્યુ છે કે ચાર વર્ષ પહેલા જ્યારે તેમણે એક લાખ રૂપિયાની કાર બનાવવાની સલાહ આપી તો હરીફ ઓટો કંપનીઓએ તેમની મજાક ઉડાવી, પણ જાન્યુઆરીમાં ટાટાએ પોતાની લખટકિયા કાર રજૂ કરી જે દેખાવમાં એક બેબી કાર જેવી લાગે છે. 'નેનો' નામથી પ્રચલિત આ કાર ભારતના બધા ઓટોમોટિવ માનકોને પૂરા કરશે અને આનુ વેચાણ એક લાખ રૂપિયામાં કરવામાં આવશે.
ઘણું બધુ
પંડિત સૌથી ઓછુ વેતન મેળવનારાઓમાં
સત્તર મિનિટ શ્વાસ રોકી રાખવાનો રેકોર્ડ
ધાર્મિક હિંસા માટે ભારતમાં આતંકી હુમલા
સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીની ધરપકડ
અફઘાન : આત્મઘાતી હુમલામાં 18 મોત
બ્રિટન કોસોવામાં 600 સૈનિકો મોકલશે