ઇસ્લામાબાદ. પાકિસ્તાનમાં તાલિબાનના એક વરિષ્ઠ નેતાએ સ્થાનિક સમાચાર પત્રો(અખબારો)ને મહિલાઓના વાંધાજનક ચિત્રો પ્રકાશિત કરવાની સામે ચેતાવણી આપી છે. પ્રસિદ્ધ ઉર્દૂ દૈનિક આજ કલ તથા એક્સપ્રેસ આ સમાચાર પત્રોને તાલિબાન તરફથી ચેતવણી મળી છે કે, આ બન્ને અખબારોએ ફકત બે સપ્તાહનો સમય આપવામાં આવે છે કે તેઓ મહિલાના વાંધાજનક(અશ્લીલ) ચિત્રો પ્રકાશિત નહીં કરે.
ડેલી ટાઇમ્સે તહરીફ એ તાલિબાન પાકિસ્તાનના ઉપ પ્રમુખ મૌલવી ફકીર મુહમ્મદના નામે પ્રકાશિત સમાચારમાં લખ્યું છે કે, મહિલાઓના ફોટો પ્રકાશિત કરનારા અખબારોને હું બે સપ્તાહનો સમય આપું છું. જો તેઓ નહીં માને તો અમે લોકો આ અખબારોનો બહિષ્કાર કરીશું કે તેઓની સામે કાર્યવાહી કરીશું.
બાજૂર જિલ્લામાં કાલે એક નાના એવા કસ્બો ખારમાં પત્રકારોને મુહમ્મદે કહ્યું કે, જો સેના કોઇ કાર્યવાહી કરશે તો તેઓના આતંકવાદી સરકારી કર્મચારીઓને નિશાના બનાવશે.
તેમછતાં આ તાલિબાની નેતાએ એ વાત સ્પષ્ટ નથી કરી કે, જો તેના આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અખબારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે.
|