અમેરિકાનાં લશ્કરે આજે કહ્યું હતું કે તે ઈરાકમાં તૈનાત પોતાનાં સાડા ત્રણ હજાર સૈનિકોને ટૂંક સમયમાં સ્વદેશ પાછા બોલાવી લેશે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૈનિકોની સંખ્યા વધાર્યા બાદ થયેલા વિવાદથી સૈનિકો પાછા બોલાવવા જઈ રહ્યાં છે.
સેનાએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ત્રીજી ઈન્ફેંટ્રીનાં સૈનિકો આગામી કેટલાક અઠવાડિયામાં જોર્જિયાનાં ફોર્ટ બેનિંગમાં આવેલા પોતાનાં સ્થાન પર પાછા ફરશે.
અમેરિકી કમાન અધિકારી બ્રિગેડિયર જનરલ ડોન એલિને એક વક્તવ્યમાં કહ્યું હતું કે, અમેરિકી બ્રિગેડોની સંખ્યામાં સતત ઘટાડાથી ઈરાકમાં નિરંતર સુધારો થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, જુલાઈ બાદ કમાન અધિકારી 45 દિવસો સુધી આંકલન કરી ભવિષ્યમાં લશ્કરની જરૂરિયાતો નક્કી કરશે. અમેરિકા જૂન સુધીમાં પોતાનાં 30 હજાર સૈનિકોને પાછા બોલાવવા ઈચ્છે છે.
અમેરિકી સેનાનાં અધિકારીઓએ કહ્યું હતું કે, ઈરાકમાં અત્યારે કુલ 1 લાખ 56 હજાર સૈનિકો તૈનાત છે જ્યારે બીજા દેશોમાં પણ 10 હજારથી સૈનિકો હાજર છે.
|