વોશિંગ્ટન. અમેરિકાના પ્રતિષ્ઠીત પત્રિકા ફોરેન પોલીસી દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના 100 શિર્ષ બુદ્ધીજીવીઓની યાદીમાં ભારતના નોબલ પુરસ્કાર વિજેતા અમત્ય સેન અને પ્રસિદ્ધી ઉપન્યાસકાર સલમાન રશ્દી સહિત સાત ભારતીયોને સ્થાન આપવામાં આવ્યુ છે.
તદ્ઉપરાંત ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, રાજનૈતિક મનોવૈજ્ઞાનિક આશિષ નંદી અને પર્યાવરણવિદ સુનિતા નારાયણનો પણ સમાવેશ આ યાદીમાં કરાયો છે. આ યાદીમાં સૌથી વધુ ઉત્તર અમેરિકી લોકો શામેલ છે. જેમાં અલગોર અને નોમ મચોમસ્કી સહિત 36 લોકોનો સમાવેશ થાય છે.
દુનિયાના અગ્રણી બુદ્ધીજીવીઓમાં યૂરોપના 30 તથા એશિયાના 12 જણાં શામેલ છે. એશિયાઈ બુદ્ધીજીવીઓમાં અડધાથી વધારે ભારતીયો છે. રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સામે વકિલોના આંદોલનનુ નેતૃત્વ કરનારા પસિદ્ધ ધારાશાસ્ત્રી એતઝાઝ અહેસાન આ યાદીમાં શામેલ એકમાત્ર પાકિસ્તાની છે. માઈક્રો ફાઈનાન્સ ગુરુ મહોંમદ યૂનુસ યાદીમાં સ્થાન પામનાર એકમાત્ર બાંગ્લાદેશી છે.
|