મોસ્કો. અમેરિકા તથા રશિયા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સહયોગ માટેના ઐતિહાસીક કરાર ઉપર આજે હસ્તાક્ષર કરશે. અમેરિકી દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રશિયા અને અમેરિકા વચ્ચે થનારા આ કરારનો આશય વૈશ્વિક પરમાણુ બજારમાં સાથે મળીને કામ કરવુ અને સુરક્ષીત રિએક્ટર પ્રૌધોગિકી પરમાણુ ઈંધણના ક્ષેત્રમાં સહયોગ તથા પરમાણુ અપ્રસારને વધારો આપવાનો છે. રશિયામાં અમેરિકાના રાજદૂત વિલિયમ બન્સ અને રશિયા પરમાણુ એજન્સી રોસાતોમના પ્રમુખ સગેંઈ કિરિયેન્કો દ્વારા કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવે તેવી સંભાવના છે.
|