મ્યાનમારનાં દક્ષિણ સુમુદ્ર કિનાર ગયા અઠવાડિયે આવેલા જોરદાર 'નરગિસ' વાવાઝોડા માં મરનારાઓની સંખ્યા 15 હજારથી વધીને 22 હજાર સુધી પહોંચી છે. જ્યારે 41 હજારથી વધુ લોકો ગુમ છે.
મ્યાનમારનાં સરકારી અખબારનાં જણાવ્યા પ્રમાણે ઈરાવાડી નદીનાં ડેલ્ટામાં આવેલો આવેલુ બોગાલે શહેર તોફાનમાં કાળનો કોળીયો બન્યું છે. તેમાં 10 હજારથી વધુ લોકોનાં મોત થયાનાં સમાચાર છે.
ચક્રવાતે ડેલ્ટાને પહેલા પોતાની ઝપટમાં લીધો અને બાદમાં મ્યાનમારનાં મુખ્ય શહેર યંગૂન પર હુમલો કર્યો હતો. આ યમ રૂપી વાવાઝોડાને કારણે 2 કરોડ 40 હજાર લોકો ઘર વિહોણા બન્યા છે અને ખેડૂતોનાં પાક નષ્ટ થઈ ગયા છે. મ્યાનમારમાં સૈન્ય સરકારે વિદેશી મદદની અપીલ કરવા કરી છે જેનાથી સરકાર અત્યાર સુધી બચી રહી હતી.
|