ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એ સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું છે કે આતંકવાદી અને તેમનાં સમર્થકોની પહોંચ હથિયાર, નાણા, તેમને છાવરનારા તથા ઘાતક સામગ્રીની હેરફેર કરનારા માધ્યમો સુધી ન થાય.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ નિરૂપમ સેને સુરક્ષા પરિષદમાં આતંકવાદનાં કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને જોખમ પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતાં કહ્યું હતું કે, સંવેદનશીલ ટેકનોલોજીની ચોરી અને ગેરકાયદેસર હથિયારની હેરાફેરીને સમાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. આ હેતુઓની પ્રાપ્તી માટે ઉતાવળે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર સમગ્ર સંધિ (સીસીટીઆઈ) ને અંતિમ રૂપ આપવું જોઈએ.
સભ્ય દેશ આતંકવાદની વ્યાખ્યા પર સહેમત થઈ રહી નથી અને તેનાં કારણે સીસીટીઆઈ કરાર આગળ વધતો અટકી ગયો છે. તાજેતરમાં એક ભલામણ કરવામાં આવી છે કે આતંકવાદની પરિભાષા કર્યા વિના જ સંધિ કરવામાં આવે.
|