વિનાશકારી તોફાનથી બર્બાદ થયેલા મ્યાનમારમાં રાહત કાર્યો માટે અમેરિકી મદદ એજંસીએ 30 લાખ ડોલરની મદદ નક્કી કરી છે. આ માહિતી અમેરિકી વ્હાઈટ હાઉસે આપી છે.
વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા ડાના પેરિનોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિકાસ માટે અમેરિકન એજંસીએ મ્યાનમારની જનતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ત્રીસ લાખ ડોલરની મદદની જાહેરાત કરી છે. આ પહેલા અમેરિકન રાહત એજંસીએ અઢી લાખ ડોલરની સહાયતા આપી હતી.
|