દિમિત્રી મેદવેદેવે આજે રશિયાનાં નવા રાષ્ટ્રપતિનાં રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે. આ પ્રસંગે ક્રેમલિનનાં સેંટ એન્ડ્ર્યુજ સભાગૃહમાં ભવ્ય સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેદવેદેવે રશિયાનાં સંવિધાનની નકલ પર હાથ મૂકી શપથ ગ્રહણ કર્યા હતાં. શપથ ગ્રહણ સમારંભનું સરકારી ટીવી પર સીધુ પ્રસારણ કરવામાં આવ્યું હતું. મેદવેદેવે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલા બ્લાદિમીર પુતિનનું સ્થાન લીધું છે.
|