મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સંઘર્ષમાં 41 એલટીટીઈ લડાયકો ઠાર

શ્રીલંકાનાં હિંસાગ્રસ્ત ઉત્તર વિસ્તારમાં એલટીટીઈનાં લડાયકો અને સુરક્ષા દળો વચ્ચે થયેલા જુદાજુદા સંઘર્ષમાં ઓછામાં ઓછા 41 એલટીટીઈ લડાયકો અને બે નાગરીકો માર્યા ગયા હતાં.

મીડિયા સેંટર ફોર નેશનલ સિક્યોરિટીનું કહેવું છે કે, વાવુનિયામાં શંકાસ્પદ તમિલ વિદ્રોહી દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં બે નાગરિકોનાં મૃત્યુ થયા હતાં.

સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ મતોત્તમમાં એલટીટીઈનાં પાંચ વિદ્રોહીઓને ઠાર કર્યા હતાં. વાવુનિયામાં અન્ય એક અથડામણમાં એલટીટીઈનાં છ લડાયકો માર્યા ગયા હતાં.

મંત્રાલયનું કહેવું છે કે, સુરક્ષા દળો સાથે સંઘર્ષમાં પલમપિદ્દીમાં ઓછામાં ઓછા સાત તમિલ વ્યાધ્રો માર્યા ગયા હતાં. હિંસાગ્રસ્ત ઉત્તર શ્રીલંકાનાં જુદાજુદા ભાગોમાં આ પ્રકારની ઘટનાઓએ લશ્કરે કુલ 41 બાગીઓને ઠાર કર્યા હતાં.
ઘણું બધુ
બ્રાઝીલમાં હોડી ડૂબતાં મૃત્યુઆંક 45
મેદવેદેવ રશિયાનાં નવા રાષ્ટ્રપતિ
મ્યાનમારને 30 લાખ અમેરિકી ડોલરની મદદ
આતંકવાદ વિરૂદ્ધ ભારતનું આહ્વાન
માઓવાદી આતંકવાદીની યાદીમાં : અમેરિકા
નરગીસનું તાંડવ : 22 હજારનાં મોત