મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અગ્નિ-3ની મારક ક્ષમતા 5 હજાર કિમી

રશિયાનાં એક ટોચનાં સૈન્ય જનરલે કહ્યું હતું કે, 3 હજાર કિલોમીટરની મારક ક્ષમતાવાળી ભારતની અગ્નિ-3 બેલેસ્ટિક મિસાઈલ 5 હજાર કિમી સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે.

અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, અગ્નિ-3 રશિયાની એસ.એસ-20 પરમાણુ મિસાઈલની સમકક્ષ છે. ઉલ્લેખનીય છે કે, ભારત દ્બારા બીજી વખત ગઈકાલે કરવામાં આવેલા જમીનથી જમીન પર માર કરનારા પરમાણુ શસ્ત્રને લઈ જવામાં સમક્ષ અગ્નિ-3નાં સફળ પરિક્ષણ બાદ રશિયના જનરલે આ બયાન આપ્યું હતું.

મેજર જનરલ યેવગેની બોરોદુનોવનાં હવાલેથી કહેવામાં આવ્યું હતું કે, ભારતીય સુરક્ષા અધિકારીઓ તરફથી ઉપલબ્ધ માહિતીનાં આધારે એ અનુમાન તારવવામાં આવ્યું છે. અગ્નિ-3 પાંચ હજાર કિલોમીટર સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે.

અહેવાલ પ્રમાણે તે સોવિયેત સેનાનાં ખાસ ઈંધણ આધારિત બીઆરએસ પાયોનિયર મિસાઈલ (નાટોનું કૂટ નામ એસ.એસ-20 મિસાઈલ) સમાન છે.
ઘણું બધુ
સંઘર્ષમાં 41 એલટીટીઈ લડાયકો ઠાર
બ્રાઝીલમાં હોડી ડૂબતાં મૃત્યુઆંક 45
મેદવેદેવ રશિયાનાં નવા રાષ્ટ્રપતિ
મ્યાનમારને 30 લાખ અમેરિકી ડોલરની મદદ
આતંકવાદ વિરૂદ્ધ ભારતનું આહ્વાન
માઓવાદી આતંકવાદીની યાદીમાં : અમેરિકા