અમેરિકાએ શંકા વ્યક્ત કરી છે કે, લેટિન અમેરિકામાં વધતા પ્રભાવથી તેની સુરક્ષાને જોખમ પેદા થઈ શકે છે. અમેરિકાનાં સહાયક વિદેશ મંત્રી (પશ્ચિમ વિભાગ) થોમસ શેનને બુધવારે જણાવ્યું હતું કે, અમને એ વાતની ચિંતા છે કે ઈરાન સાથે કોઈ સંઘર્ષની સ્થિતિમાં તે લેટિન અમેરિકામાં પોતાની હાજરીથી નુકશાન પહોંચાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લેટિન અમેરિકામાં ડાબેરી સરકારો આવવાથી તાજેતરમાં ત્યાં અમેરિકાનો પ્રભાવ ઘટી રહ્યો છે. વેનેજુએલા, ક્યુબા, નિકારાગુઆ સહિત અન્ય દેશોએ અમેરિકાનાં ચિત પ્રતિદ્રંદ્રી ઈરાન સાથે મિત્રતાની ગાંઠ બાંધી છે. પોતાની પીઠ પાછળ ઈરાનીની હાજરી અમેરિકાને યોગ્ય લાગતી નથી.
શેનને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ પડેલું ઈરાન એ દેખાડવા માંગે છે કે લેટિન અમેરિકામાં તેનાં ઘણા દેશો સાથે મધુર સંબંધ છે જે પરંપરાગત રીતે અમેરિકી પ્રભાવવાળા ક્ષેત્ર રહ્યાં છે.
અમેરિકા ઈરાન પર આતંકવાદી જુથોનું સમર્થન કરવા અને ચોરી છૂપે પરમાણુ હથિયાર વિકસિત કરવાનો આક્ષેપ લગાવતું રહ્યું છે. એવામાં એક સમયે પોતાની ઘણી નજીક રહેલા લેટિન અમેરિકન દેશોનાં ઈરાન સાથે સંબંધ વધવાથી અમેરિકાની ઉંઘ હરામ થઈ છે.
|