પાકિસ્તાને આજે પરમાણુ શસ્ત્ર લઈ જવામાં સમક્ષ હત્ફ-8 ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. પાક લશ્કરનું કહેવું છે કે, તેનાથી તેની જમીન અને સમુદ્રમાં લક્ષ્યો ભેદવાની ક્ષમતામાં વધારો થશે.
પાક સેનાએ બયાનમાં કહ્યું હતું કે, 350 કિલોમીટર સુધી મારો કરવામાં સક્ષમ હત્ફ-8 નું પરીક્ષણ હથિયાર ટેકનોલોજીની ડિઝાઈન અને માપદંડોને તપાસવાની સતત પ્રક્રિયાનો ભાગ છે. જો કે મિસાઈલનાં પરીક્ષણ સ્થાનને ગુપ્ત રાખવામાં આવ્યું છે. પરીક્ષણને સફળ ગણાવાતા કહેવામાં આવ્યું છે કે, હત્ફ મિસાઈલ એક ઓછી ઉંચાઈની અને ચોક્કસતા સાથે બધા પ્રકારનાં શસ્ત્રોને લઈ જવામાં પ્રક્ષેપિત કરવામાં ઉચ્ચ દક્ષતા રાખે છે. આ પ્રકારની જટિલ ક્રૂઝ મિસાઈલ ટેકનોલોજી માત્ર આંગણીનાં વેઢે ગણી શકાય તેટલા દેશો પાસે જ છે.
|