મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મ્યાનમારમાં 5 હજાર વર્ગ કિમી ક્ષેત્ર જળમગ્ન

મ્યાનમારમાં ચક્રવાતથી અસરગ્રસ્ત લગભગ પાંચ હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર હજું પણ જળમગ્ન છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે, ત્યાં 10 લાખથી વધુ લોકોને કટોકટીની રાહતની જરૂર છે.

બેંકોકમાં સંયુક્ત રાષ્ટ્રનાં માનવીય બાબતોનાં સમંવય કાર્યાલયનાં પ્રવક્તા રિચર્ડ હોર્સે કહ્યું હતું કે, પાણીમાં ડૂબેલા વિસ્તારોમાં હોડીઓ, હેલીકોપ્ટર અને ટ્રકોની જરૂર છે. દસ લાખથી વધુ લોકોને મદદની જરૂર છે. તોફાનથી તેમનાં જહાજો ક્ષતિગ્રસ્ત થવાથી ઈરાવદી ડેલ્ટાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં હોડીઓની ઉણપ સર્જાઈ છે.

ચક્રવાત બાદ ફ્રાંસ અને સંયુક્ત રાષ્ટ્ર બંને મદદ કરવા તૈયાર છે. પરંતુ મ્યાનમારનું સૈન્ય પ્રશાસન લીલી ઝંડી આપી રહ્યું નથી. મ્યાનમારની સેના બહારની મદદ પ્રત્યે અનિચ્છુક રહે છે.
ઘણું બધુ
પાકે હત્ક-8 ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઈરાનનાં પ્રભાવથી અમેરિકાની ઉંઘ હરામ
નરગિસનાં તાંડવામાં મૃત્યુઆંક 1 લાખ
અગ્નિ-3ની મારક ક્ષમતા 5 હજાર કિમી
સંઘર્ષમાં 41 એલટીટીઈ લડાયકો ઠાર
બ્રાઝીલમાં હોડી ડૂબતાં મૃત્યુઆંક 45