બગદાદ. પોતાને ઈરાકનો અલકાયદાનો પ્રમુખ જણાવનાર એક વ્યક્તિને દેશના ઉત્તર ભાગ તરફથી ધરપકડ કરવામાં આવી છે. સરકારી ટેલીવિઝન ચેનલે ઈરાકી ગૃહ મંત્રાલયના પ્રવક્તાના અહેવાલથી આ ધરપકડની જાણ મળી છે.
મેજર જનરલ અબ્દુલ કરીમ ખલફે ગઈ રાત્રે ઈરાકીયા ટેલિવિઝનને જણાવ્યું કે તેમને એકેવા વ્યક્તિની ધરપકડ કરી છે જે પોતાને અબૂ હમજા અલ મુહાજીર જણાવી રહ્યો છે પરંતુ હમણાં તેની ઓળખાણની ખાતરી માટે તપાસ કરાઈ રહી છે. હમજાને અબૂ અય્યબ અલ મસરીના નામથી પણ ઓળખવામાં આવે છે.
|