ન્યૂયોર્ક. બ્રાઝીલ, આફ્રીકા અને દક્ષિણપૂર્વ એશિયામાં પાછલાં વર્ષે થયેલ ભયંકર વિમાન દુર્ઘટનાઓને આખા વિશ્વને એક દસકામાં પહેલી વખત વિમાન અકસ્માતના સંદર્ભે વિચારવા માટે મજબુર કરી દિધા છે. આફ્રીકા વિમાન અકસ્માત માટે સૌથી ખતરનાક ક્ષેત્ર રહ્યું છે જ્યાં 10 લાખ ઉડાણોમાંથી 4.09 દુર્ઘટનાગ્રસ્ત થયાં છે.
જેનેવા સ્થિત આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહાર સંઘ (આઈએટીએ)એ ગઈ કાલે રજુ કરેલ પોતાની વાર્ષિક સુરક્ષામાં કહ્યું છે કે પાછલાં વર્ષની સરખામણીએ આ વર્ષે મરનારાઓની સંખ્યા ઓછી છે. આ પહેલાં કરતાં 855થી ઘટીને 692 સુધી સીમિત રહી છે. આ દરમિયાન યાત્રીઓના ધસારામાં છ ટકાનો વધારો થયો છે.
|