મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બ્રાઝીલની જેલમાંથી 29 કેદી ફરાર

રિયો ડિ જાનેરો. દક્ષિણ પૂર્વી બ્રાઝીલમાં 29 કેદીઓ જેલ તોડીને ફરાર થઈ ગયા હતા. ઈસ્પીરિટો સૈન્ટો રાજ્યની રાજધાની વિક્ટોરિયાની નજીક આવેલા નોવો હોરીજોન્ટો કારાગૃહમાં ગઈકાલે રાત્રે કેદીઓના એક સમૂહે યાર્ડની અંદરના તાર કાપી નાંખ્યા હતા અને ત્યારપછી તેઓ એક દિવાલ કુદીને ભાગી ગયા હતા. જે પૈકીના ચાર કેદીઓને પકડવામાં પોલીસને સફળતા સાંપડી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે જેલમાં માત્ર ચાર સુરક્ષા જવાનો ફરજ બજાવી રહ્યા હતા.
ઘણું બધુ
મધ્ય અમેરિકામાં વાવાઝોડુ, 11નાં મોત
સ્ટિંગ ઓપરેશનના પુરાવાના આધારે સજા
એક બીજુ યુદ્ધ નથી ઈચ્છતું પાક.-ચૌધરી
વોહ માટે ઈવા ટૉપલેસ થશે
હવાઈમથક સુરક્ષા માટે આફ્રિકા સૌથી ખરાબ
બુશની પુત્રીના લગ્ન સમારોહમાં મીડિયા નહિ