મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેન્યામાં અત્યંત ઝેરી સાપોની ચોરી

નેરોબી. કેન્યાના રિફ્ટ ઘાટી શહેરમાં સ્થિત એક પાર્કમાં ત્રાટકેલા તસ્કરોએ પાંજરુ તોડીને તેમાંથી ત્રણ ઝેરી સાપોની ચોરી કરી હતી. બનાવ અંગે સ્થાનીક પોલીસે તપાસ શરૂ કરી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, કેન્યાના નેરોબી શહેરથી 90 કિલોમીટર દૂર આવેલા નેવાસા પાસે સેમ્યુઅલ બાંગી નામનો શખ્સ પોતાના પાર્કમાં પ્રાણી સંગ્રહાલય ચલાવે છે. તેના સંગ્રહાલયમાં ત્રાટકેલા તસ્કરોએ અત્યંત ઝેરી ગણાતા સાપના પિંજરાને તોડ્યા હતા અને તેમાંથી ત્રણ અત્યંત ઝેરી સાપ ચોરી લીધા હતા. આ બનાવની જાણ થતાં જ સ્થાનીક પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘણું બધુ
બ્રાઝીલની જેલમાંથી 29 કેદી ફરાર
મધ્ય અમેરિકામાં વાવાઝોડુ, 11નાં મોત
સ્ટિંગ ઓપરેશનના પુરાવાના આધારે સજા
એક બીજુ યુદ્ધ નથી ઈચ્છતું પાક.-ચૌધરી
વોહ માટે ઈવા ટૉપલેસ થશે
હવાઈમથક સુરક્ષા માટે આફ્રિકા સૌથી ખરાબ