લાગોસ. નાઈઝીરીયાની ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારોમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા દ્વારા બોંબ મારો કરાશે તેવી આશંકાના પગલે દેશમાં હાઈ એલર્ટ ઘોષીત કરી દેવામાં આવ્યુ હતુ.
પોલીસ મહા નિર્દેશક માઈક ઓકિરોએ વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપી હતી કે, નાઈઝીરીયાના વિવિધ વિસ્તારોમાં અલ-કાયદા ટાઈમ બોંબ ફીટ કરીને તબક્કાવાર ધડાકા કરવાની યોજના બનાવી રહ્યુ છે. જેને કારણે દેશની સુરક્ષા ઉપર ગંભીર ખતરો ઉભો થાય તેવી શંકા છે. પોલીસ મહા નિર્દેશકે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોજેલી આ બેઠક બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ ઘોષીત કરી દીધુ હતુ.
|