પેશાવર. પાકિસ્તાનના પશ્ચિમોત્તર નગરમાં આજે જાતિય હિંસા ચરમસીમા પર પહોંચી હતી. જેમાં કેટલાક બંદૂકધારી શખ્સોએ એક દુકાન ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને ત્રણ શિયા મુસલમાનોની હત્યા કરી નાંખી હતી. આ બનાવ બાદ વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ગોળીબારમાં વેપારી, સેલ્સમેન તથા એક ગ્રાહકનુ મોત થયુ હતુ.
|