લંડન. નજીવા વેતનના કારણે આર્થિક ભિંસમાં સપડાયેલા બ્રિટીશ સેનાના અધિકારીઓ નોકરી છોડવા માટે મજબૂર થઈ ગયા છે તેવો ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત થતાં દેશભરમાં ચકચાર મચી ગઈ હતી.
બ્રિટીશ સેનાની આંતરિક બાબતોનો ખુલાસો કરતાં અત્યંત સંવેદનશીલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, સૈનિકો ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગયા છે અને તેના કારણે રક્ષા મંત્રાલય દ્વારા જારી કરાયેલી આપાત ખાધ વાઉચર યોજના ઉપર નિર્ભર થઈ ગયા છે.
બ્રિટીશ ચીફ ઓફ ધી જનરલ સ્ટાફ સર રિચર્જ ડેનાટે લખેલા રિપોર્ટમાં આ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, કેટલાક સંનિષ્ઠ અધિકારીઓ પોતાના પગારમાંથી પરિવારનુ ગુજરાન ચલાવવા માટે સક્ષમ નથી જેને કારણે તેઓ પોતાની નોકરીને તિલાંજલી આપવા માટે તૈયાર થઈ ગયા છે.
|