ઘોરાદિધા. બાંગ્લાદેશની ધોરાઉતુરા નદીમાં નૌકા પલટી જતાં લગભગ 100 જેટલા મુસાફરોએ જળસમાધી લીધી હતી. જે પૈકીના 41 જણાંના મૃતદેહો કાઢવામાં સ્થાનીક ફાયરબ્રિગેડના જવાનોને સફળતા મળી હતી. નદીના પાણીમાં ડુબી ગયેલા અન્ય લોકોને શોધવાની કામગીરી જારી છે તેવુ સૂત્રોએ જણાવ્યુ હતુ.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ધોરાઉતુરા નદીના ઝડપી વહેણમાં ફસાઈ ગયેલી એક નૌકા પલટી જતાં તેમાં બેઠેલા 100 જણાં ડુબી ગયા હતા. જે પૈકીના કેટલાક લોકો તરીને કિનારા સુધી પહોંચી ગયા હતા જ્યારે અન્ય લોકો નદીના પાણીમાં ડુબી જવાથી લાપત્તા થયા હતા.
આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે રબર તથા ફાયબર બોટની મદદથી નદીમાંથી લોકોના મૃતદેહો કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન લાશ્કરોએ 41 જણાંના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ બનાવમાં મૃત્યુઆંક વધે તેવી આશંકા સ્થાનીક તંત્રે વ્યક્ત કરી હતી.
|