મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લિટ્ટેના કરુણાને શ્રીલંકાને સોંપાશે

લંડન. બનાવટી વિઝા અને રાજનૈતિક પાસપોર્ટના આધારે બ્રિટનમાં પ્રવેશ કરવા વાળા પૂર્વ લિટ્ટે નેતા કરુણા અમ્માન સામે વધુ આરોપ નહીં લગાવવામાં આવે અને તેને ટૂંક સમયમાં જ શ્રીલંકા મોકલી દેવામાં આવશે તેવુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

બ્રિટનના શાહી અભિયોજન સેવાએ માહિતી આપી હતી કે, કરુણાને ત્રણ મહિનાની સજા બાદ શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેને ટુંક સમયમાં જ શ્રીલંકા ડિપોટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માનવાધિકાર સંગઠનો તેની સામે કિશોરો તથા બાળ સૈનિકોને ગોંધી રાખીને તેઓને યાતના આપવાનો તથા સેંકડો સામાન્ય નાગરિકોની હત્યાઓનો આરોપ લગાવી રહ્યા છે.

જેલમાંથી મુક્ત થયા બાદ કરુણાને એક હિરાસત કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેની પત્ની અને બાળકો હાલ લંડનમાં નિવાસ કરી રહ્યા છે. કરુણા 2004માં લિટ્ટેથી છુટો પડ્યો હતો અને નવેમ્બરમાં બ્રિટનમાં પકડાઈ ગયો હતો.
ઘણું બધુ
બાંગ્લાદેશમાં નૌકા દુર્ઘટના, 41નાં મોત
ચીનમાં ભૂકંપથી 12 હજારથી વધુના મોત
2007માં પાકની 2 હજાર મહિલા પર બળાત્કાર
બાંગ્લાદેશમાં ડિસેમ્બરમાં ચુંટણી
ચીનમાં ભૂકંપ, 107ના મોત, 900 દટાયાં
અમેરિકામાં છ ભારતીયોનાં મૃત્યું