મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાગોસમાં આગ, 100 જીવતાં ભુંજાયા  Search similar articles

લાગોસ(વાર્તા) નાઈઝીરીયાની રાજધાની લાગોસ પાસે આજે એક તેલ પાઈપલાઈનમાં લાગેલી આગથી દાઝી ગયેલા લગભગ 100 જેટલા લોકોના મોત નીપજ્યાં હતા અને અનેક ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રેડક્રોસના એક અધિકારીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં 100 જણાંના મોતની પુષ્ટી થઈ છે. અત્યાર સુધી ગંભીર રીતે દાઝેલા 20 જણાંને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ સળગતાં મકાનોમાંથી લોકોને બહાર કાઢવાની કોશીષ જારી છે.

આગ લાગવાથી થયેલી દોડધામમાં કચડાઈ ગયેલા અનેક લોકો પણ મોતને ભેંટ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે લાગોસની આસપાસના વિસ્તારમાં અન્ય પાઈપલાઈન અગ્નિકાંડમાં 250 લોકોના મોત નીપજ્યાં હતા.
ઘણું બધુ
હજી સુધી 26 હજાર લોકો કાટમાળ નીચે
મ્યામાં મૃતકોની સંખ્યા 38491: સરકારી રેડિયો
ઈરાકમાં ફિદાયીન હુમલામાં 20નાં મૃત્યું
સરબજીતની આશા પર પાણી ફરી વળ્યું
શિખ વિધાર્થીની પાઘડી સળગાવી
લિટ્ટેના કરુણાને શ્રીલંકાને સોંપાશે