માસ્કો. એક ગુફાની અંદર પ્રકોપની રાહ જોઈ રહેલ એક સંપ્રદાયના માનનાર લોકોમાંથી છેલ્લી વ્યક્તિ પણ ગુફાની બહાર આવી ગઈ છે. રૂસની સમાચાર એજંસી મુજબ નવેમ્બરમાં વોલ્ગો નદીને કિનારે આવેલી ગુફામાં એક સ્વઘોષિત ઈશ્વરીય દૂતના 35 અનુયાઈ ગયાં હતાં.
તેમનું કહેવું હતું કે પ્રકોપ આવવાનો છે અને તે તેની રાહ જોવા માટે ગુફાની અંદર ચાલ્યાં ગયાં છે. પાછલાં મહિને 24 લોકો બહાર આવી ગયાં હતાં અને 11 શેષ બચ્યાં હતાં.
|