સંયુક્ત રાષ્ટ્ર. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાનની મૂન ખાદ્ય પદાર્થના મૂલ્યોમાં ઉણપ માટે આજે વિશ્વના નેતાઓને મૂલ્ય નિયંત્રણ દૂર કરવાની તથા અન્ય કૃષિ વ્યાપાર પરથી પ્રતિબંધ દૂર કરવાની અપીલ કરશે.
સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનાં જણાવ્યા મુજબ બાન દેશો પર કૃષિ ટૈક્સોમાં વ્યાપક ઉણપ નિકાસ પર પ્રતિબંધ તેમજ આયાત શુલ્કને સરળ બનાવવા માટે દબાવ બનાવશે જેનાથી વિશ્વના લાખો ગરીબ લોકોની મદદ થઈ શકે. પાછલાં ત્રણ વર્ષોની અંદર ખાદ્યાન્નની કિંમત સૌથી વધારે ઉંચા સ્તર પર છે.
બાન અમેરિકા તેમજ અન્ય દેશોને પણ અપીલ કરશે કે ઈથેનાલ સહિત અનાજ આધારિત બાયોફ્યૂલ માટે આર્થિક સહાયતા ચરણબદ્ધ રીતે ખત્મ કરે. અનાજનો ઉપયોગ ઉર્જાને જગ્યાએ માનવ ઉપભોગમાં થવાથી ખેડુતોને વધારે અનાજ ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે.
|