તેગુસિગાલ્પા. હોંડુગાસ અને અમેરિકાના અધિકારીઓએ કૈરિબિયાઈ સમુદ્રમાં એક નાવમાંથી લગભગ 4.6 ટન કોકીન ઝડપ્યું હતું. અધિકારીઓએ આ ચાલકદળના છ સભ્યોની ધરપકડ કરી છે.
હોંડુરાસે નવ સેના કમાંડર જુઆન પાબલો રોડ્રીગેજે જણાવ્યું કે સંયુક્ત અભિયાનમાં હિંડુરાસ કિનારથી 160 કિમી દુર હોંડુરાસની નાવ એક્લિપ્સ પરથી કોકીન ઝડપ્યું હતું. આ સ્થળ નિકારાગુઆની નજીક છે.
રોડ્રીગેજે જણાવ્યું કે અધિકારી હજુ પણ તપાસ કરી રહ્યાં છે. કોકીનની કુલ માત્રા 4.6 ટનથી પણ વધારે હશે.
|